જામનગરના વુલનમીલની પાછળ આનંદ સોસાયટી માંપરિણીતાની પજવણી: પતિને માર માર્યો

જામનગરના વુલનમીલની પાછળ આનંદ સોસાયટી માંપરિણીતાની પજવણી: પતિને માર માર્યો
Spread the love

જામનગરના આનંદ સોસાયટી વિસ્તારમાં પરપ્રાંતીય પરિણીતાનો પીછો કરીને એક શખ્સે ચુંદડી પકડી ઝપાઝપી કરી હતી દરમ્યાનમાં આ મામલે કહેવા જતા તેણીના પતિને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી જે અંગે એક શખ્સ સામે પોલીસ ફરીયાદ દાખલ થતા ચકચાર વ્યાપી છે.
જામનગરના વુલનમીલની પાછળ આનંદ સોસાયટીમાં રહેતા અને મુળ યુપીના ગોરી ગામના વતની ૩૫ વર્ષની પરિણીતાએ ગઇકાલે સીટી-સીમાં જામનગરના સોનુ નામના ઇસમ વિરુઘ્ધ આઇપીસી ૩૫૪, ૩૫૪(ક)(૧)(ખ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિગેરે મુજબ ફરીયાદ નોંધાવી હતી.

વિગત અનુસાર ગત તા. ૪-૪-૨૨ના આનંદ સોસાયટી વિસ્તારમાં ફરીયાદી યુવતિ જેની દુકાનની બાજુમાં આવેલ મંદિરેથી આરતી કરીને પોતાની દુકાને પરત જતી હતી ત્યારે આરોપી સોનુ તેની પાછળ પાછળ આવી જેમતેમ બોલી તેણીની ચુંદડી પકડીને ઝપાઝપી કરી હતી, દરમ્યાનમાં ફરીયાદીના પતિએ આરોપી સોનુને તું મારી પત્નીને કેમ હેરાન કરે છે તેમ કહેતા આરોપી સોનુએ ઉશ્કેરાઇ જઇ દંપતીને અપશબ્દો બોલ્યા હતા તેમજ ફરીયાદીના પતિને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. આ ફરીયાદના આધારે પીએસઆઇ નારીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, આ બનાવે આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

images-14.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!