જામનગરની ગાયનેક હોસ્પિટલમાંથી પ્રસુતાઓને પીડા સાથે અપાઇ રજા

જામનગરની જી.જી. હોસ્પિટલ અનેક વખત વિવાદના વમળમાં ફસાઇ ચૂકી છે, એક તરફ સિનીયર તબીબોની હડતાલ ચાલુ છે, ખાસ કરીને જી.જી.નો ગાયનેક વિભાગ અવારનવાર કોઇને કોઇ વિવાદમાં આવી જાય છે, નવો વિવાદ એ થયો છે કે સગર્ભા મહિલાઓને પેટમાં દુ:ખાવો હોવા છતાં પણ ગાયનેકના વોર્ડમાંથી વિના કારણે રજા આપી દેવાતા મહિલાઓમાં ભારે કચવાટ ફેલાયો છે, શું હડતાલના કારણે આ મહિલાને રજા આપી દેવાઇ છે ? ગરીબ મહિલાઓ પ્રેગનન્સીના આખરી તબક્કામાં હોય, તેની અવારનવાર કાકલુદી છતાં પણ વોર્ડ ખાલી કરી દેવામાં આવ્યો હોવાથી શરમજનક ઘટના બની છે, આ અંગે જી.જી. હોસ્પિટલના સત્તાવાળાઓએ તાત્કાલિક સ્પષ્ટતા પણ કરવી જોઇએ, બીજી તરફ ઘરની મહિલાને દાખલ છે ત્યારે દુ:ખાવો શ છે છતાં પણ રજા આપી દેવાઇ છે, હવે અમે ક્યાં જઇએ… આ પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે.
જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દીઓને રજા આપી દેવાની ઘટના બની છે, આ અંગે કેટલાક દર્દીઓએ ફાયર બ્રાન્ડ નગરસેવિકા રચનાબેન નંદાણીયાનો સંપર્ક કર્યો હતો અને કેટલાક વિડીયો અને ફોટા પણ મોકલ્યા છે, દર્દીના સગા કહે છે કે, અત્યારે દુ:ખાવો ત્યારે અમારી હાલત ખૂબ જ ખરાબ છે, તો અમે સારવાર લેવા ક્યાં જઇએ ? શા માટે વોર્ડ ખાલી કરાવવામાં આવ્યો છે, શું હડતાલને અને આ બનાવને કઈ લેવા દેવા છે કે કઈ તે સમજાતું નથી. કેટલીક ગરીબ મહિલાઓ દુ:ખાવાને કારણે આજે કણસતી જોવા મળી છે, દયા વગરના અધિકારીઓ અને ડોકટરો કોઇ ઘ્યાન રાખતા નથી, ૩-૪ દિવસથી કેટલીક મહિલાઓ દાખલ થઇ છે, તેને ૧૦ થી ૧પ દિવસ રોકાવાનું કહ્યું હતું, પરંતુ ગઇકાલ રાતથી જ ધીરે ધીરે એક પછી એક મહિલાને રજા આપી દેવાની શરમજનક ઘટના બની છે, આવું તો જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં જ બની શકે, આવા શરમજનક બનાવ અંગે કોઇપણ રાજકીય અગ્રણીઓ પણ હોસ્પિટલ ગયા નથી અને સગર્ભા મહિલાઓના દર્દી અને સગાઓ ગાયનેક વિભાગની બહાર ભારે કલ્પાંત કરી રહ્યા છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક તરફ સિનીયર તબીબની હડતાલ ચોથા દિવસમાં હડતાલ પ્રવેશી છે, ત્યારે થોડા દિવસથી દાખલ થયેલી કેટલીક સગર્ભા મહિલાને પેટમાં દુ:ખાવો હોવા છતાં પણ આ વિભાગના ડોકટરોએ તાત્કાલિક અસરથી રજા આપી દીધી હોવાનું ખૂલ્યું છે, જો કે આ અંગે કોઇ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ દર્દીઓના કહેવા મુજબ ૩-૪ દિવસથી દાખલ છે અને પેટમાં પણ દુ:ખાવો છે તો અત્યારે અમે ક્યાં જાય, આમ હવે ધીરે ધીરે હડતાલના કારણે સારવાર ઉપર અસર પડી છે, સિનીયર તબીબો હડતાલ પર છે ત્યારે મહિલાઓ વારે વારે મુશ્કેલી ભોગવી રહી છે. આ રજા શા માટે અપાઇ ? તે અંગે હોસ્પિટલના સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરવી જોઇએ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756