હનુમાન જ્યંતીના દિવસે જામનગરના તમામ હનુમાન મંદિરો પર એકસાથે થશે ધ્વજારોહણ

હનુમાન જ્યંતીના દિવસે જામનગરના તમામ હનુમાન મંદિરો પર એકસાથે થશે ધ્વજારોહણ
Spread the love

જામનગર : જામનગરમાં આગામી હનુમાન જ્યંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિરમાં ધ્વજારોહણ કરીને ઉજવણી કરવામાં આવનાર છે. આ માટે તૈયારીઓ ચાલી રહી છે. હિન્દુ જાગરણ મંચ જામનગર દ્વારા નગરના હનુમાન મંદિરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આગામી તા. ૧૬-૪-ર૦રર, શનિવારના સર્વે હિન્દુ સમાજ દ્વારા સાથે મળીને દરેક હનુમાન મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. આ ધ્વજાજી સાળંગપુર હનુમાન મંદિરથી ત્યાંના સંતો-મહંતો, પૂજારીઓ દ્વારા પૂજન-અર્ચન કર્યા પછી મોકલવામાં આવનાર છે. સવારે ૧૦ વાગ્યે શહેરના તમામ હનુમાન મંદિરમાં ધ્વજારોહણ પછી ૧૧ વાગ્યે બાલા હનુમાન મંદિરમાં સાથે મળીને ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજાજી માટે હિન્દુ જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ ભરત ફલીયા (મો. ૯૮ર૪ર ૧રર૪પ), નગર સંયોજક જયેન્દ્ર પરમાર (મો. ૯૮ર૪૬ ૪૪૬૯૧) અથવા નગર સહ-સંયોજક (મો. ૯૯૭૯ર પ૬રપપ) નો સંપર્ક સાધવાનો રહેશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

hjl_1619406936.png

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!