ભોરોલ ગામે ઈકો ગાડી ચાલક બાઈક ને ટક્કર મારી ફરાર

ભોરોલ ગામે ઇકો ગાડી એ બાઈક ને પાછળ થી ટક્કર મારતાં અકસ્માતમાં એક ને ઈજા થવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અકસ્માત માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે વાહન ચાલકો નું ગફલતભરી રીતે વાહનો હંકારતા અકસ્માત ની ઘટના બનતી હોય છે કાંકરેજ તાલુકાના દુદોસણ ગામના ઈસમ ને ભોરોલ ત્રણ રસ્તા પાસે અકસ્માત નડયો હતો.બે ઈસમો બાઈક લઈને માંગરોળ માતાજી ના દશૅન કરી ને પરત ફરી રહ્યા હતા ત્યારે ભોરોલ જાણદી રોડ ત્રણ રસ્તા પાસે ઈકો ગાડી નાં ચાલકે ટક્કર મારતાં રોડ ઉપર પટકાતા શરીર નાં સાથળ ની ઈજા ઓ થઈ હતી.જેમણે ૧૦૮ ની મદદથી થરાદ જેજે હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્ત ની સાથે રહેલા બાઈક સવાર દ્વારા ગફલતભરી વાહન હંકારી ગાડી લઈને નાસી ગયેલો ઈકો ગાડી નંબર જીજે ૦૮બીઐસ ૧૨૦૬ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756