પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ અંકલેશ્વર શહેર પો.સ્ટે.નાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે અંકલેશ્વર શહેરના પો.સ્ટે. પાર્ટ – C FIR No. ૧૧૧૯૯૦૦૪૨૨૦૬૫૪/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ એ, ૮૧, ૧૧૬ (બી) મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી : નેવીલ મનહર ગાંધી રહે. બી-૭, ઉમિયાનગર, ગાયત્રી મંદીર પાસે, હસ્તીતળાવ તા.અંકલેશ્વર શહેર તા. અંકલેશ્વર જી.ભરૂચનાને આજરોજ તા.૧૨/૦૪/૨૦૨૨ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. અશોકભાઈ નારૂભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756