હિંમતનગર ગૃહ રાજ્યમંત્રીશ્રી હિંમતનગર ની મુલાકાતે

હિંમતનગર ગૃહ રાજ્યમંત્રીશ્રી હિંમતનગર ની મુલાકાતે
Spread the love

હિંમતનગર ગૃહ રાજ્યમંત્રીશ્રી હિંમતનગર ની મુલાકાતે.

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પોલીસ હેડ ક્વાર્ટસ હિંમતનગરની જાત મુલાકાતે આવી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી સર્કિટ હાઉસ ખાતે અગ્રણીઓને વન ટુ વન સાંભળ્યા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી

રાજ્યના ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયાએ કાયદો વ્યવસ્થા અંગે મીડિયાને માહીતિ આપી, સૌ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી, કોઈએ ગભરાવાની જરૂર નથી કોઈને પણ તકલીફ હશે તો પોલીસ બંદોબસ્ત કરશે
સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે રામનવમીની ઉજવણી દરમિયાન યોજાયેલી શોભાયાત્રામાં બનેલી અપ્રિય ઘટના બાદ ક્યાંક છૂટ પૂટ બનાવ બનતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવી પહોંચી જાત માહિતી મેળવી હતી અને રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટિયા અને રેન્જ આઇ.જી કક્ષાના તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે બેઠક યોજી હતી. જેમાં કાયદો-વ્યવસ્થા અને આ બનાવથી શહેરની શાંતિ ડહોળાય નહિ લોકોને મુશ્કેલી ન પડે અને લોકો શાંતિ સલામતી અને એખલાસ ભર્યુ વાતાવરણ નિર્માણ થાય તે માટે સમાજના આગેવાનો પ્રયાસો કરે અને કોઈપણ વ્યક્તિ કોઇને નુકસાન ન થાય તે રીતે વર્તે અને પોલીસને સહકાર આપે પોલીસ હેડક્વાર્ટસ ખાતે વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ મંત્રી શ્રી સંઘવીએ સમીક્ષા કરી હતી અને સર્કિટ હાઉસ ખાતે અગ્રણીઓ સાથે વન ટુ વન રજૂઆતો સાંભળી હતી.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગર થી હિંમતનગર જાત માહિતી મેળવવા આવ્યા છે
અને કાયદો-વ્યવસ્થા અને બંદોબસ્ત અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી છે અને સંતોષ વ્યક્ત કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાર બંદોબસ્ત માટે કંપની આપવામાં આવી છે આર.એ.એફની બે અને એસ.આર.પી તથા ચાર એસપી કક્ષાના પોલીસ અધિકારીઓ તથા રેંજ આજી ચુડાસમા તથા ૪ આસપાસના જિલ્લાની પોલીસ ફોર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અને કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી માટે પૂરતા પગલાં લેવાયા છે જે કોઈ અસામાજિક તત્વો આ બનાવ પાછળ હશે તેમને છોડવામાં નહીં આવે અને કાયદો, કાયદાનું કામ કરશે અને કોમીનલ રાઇટ અંગે ના જે પગલાં લેવાના આવશે તે પ્રકારની સુચના આપી છે. ૩૦૭, ૪૩૬ ની આઈ.પી.સી.કલમ લગાડી છે. અને આરોપીની ધરપકડ કરાઈ છે. જેમા લોકોની પૂછપરછ માં જે નામો ખુલશે તેની પણ અટકાયત અને પૂછપરછ કરાશે, રાત્રી પેટ્રોલીંગ, નાકાબંધી કરવામાં આવશે અને કોઈ ગરબડીયા તત્વો અંદર ના આવે અને કોઈ સ્થાનિક હોય કે બહારના તેવા તત્વો સામે પગલા લેવામાં આવશે. લોકોને શાંતિ બનાવી રાખવા એખલાસ જળવાઈ રહે તે માટે ડી.જી.પી.એ. અપીલ કરી છે. રેપીડ એકશન ફોર્સની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે સર્ચ એન્ડ સીઝર ઓપરેશન એક્સપર્ટ તૈનાત કરાઇ છે. કોઈ લોકો સ્થાળાંતર ન કરે, ગભરાવાની જરૂર નથી તકલીફ હશે તો પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. તહેવારોની સિઝન શરૂ થઈ છે પૂરતા બંદોબસ્તની તકેદારી રાખવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીશ્રી ની મુલાકાત વેળાએ અન્ન અને
નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર,
સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સંગઠન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રેન્જ આઇ.જી. અનુપમ ગેહલોત પોલીસના ઉચ્ચ અધિકારી નરસિંહમા કોમર તથા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, એસ.પી સાબરકાંઠા વિશાલ વાધેલા, એસપી કક્ષાના પોલીસ અધિકારીઓ ગૃહ મંત્રીશ્રીની મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!