રાજકોટ ના કાળીપાટ પાટીયા પાસે બંધ ટ્રક પાછળ આઈશર અથડાયુ

રાજકોટ ના કાળીપાટ પાટીયા પાસે બંધ ટ્રક પાછળ આઈશર અથડાયુ.
રાજકોટ ના કાળીપાટ પાટીયાના પાસે રોડની બંધ સાઈડમાં પંચર પડેલા બંધ ટ્રકની પાછળ આઈશર ચાલકે વિશાલભાઈ જગાભાઈ ધોળકીયા ઉ.૨૫ એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર અથડાવતા બન્ને ટ્રકની વચ્ચે ફસાઈ ગયા હતા. અને જેમને ક્રેનની મદદથી બહાર કાઢી માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ મારફતે સારવારમાં સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવક સારવારમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે બંધ ટ્રકમાં પંચર પડયુ હોવાથી ટાયર બદલી રહેલા ડ્રાઈવર મનસુખભાઈ સાતાભાઈ પરમાર રહે.ભગીરથ સોસાયટી માર્કેટયાર્ડ પાછળ રાજકોટ. આઈશર અથડાતા ફંગોળાઈને પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756