વર્ષે 2022-23 માટે પહેલા ધોરણ માં આવતા સર્વ સમાજ ના વાલીઓને વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવ્યા

સુરત,શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ અને RTE ટીમ કતારગામ ના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે 2022-23 માટે પહેલા ધોરણ માં આવતા સર્વ સમાજ ના વાલીઓને વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવ્યા છે.RTE ટીમ કતારગામ દ્વારા આ ભગીરથ કાર્ય સતત 6 વર્ષ થી ચાલુ છે. આ વર્ષે માં RTE ટીમ દ્વારા અંદાજે 450 જેટલા ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા છે અને ટીમ દ્વારા અંદાજે 1000 થી વધારે વાલીઓ ને ફોન કોલ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. RTE ટીમ માં એજ્યુકેટેડ સર્વિસ કરતા યુવાનો ની ટીમ છે કે જે પોતાની સર્વિસ પુરી કાર્ય બાદ રાત્રી સમય દરમિયાન ફોર્મ ભરવામાં આવે છે. જેમાં ટીમ ના યુવાનો દ્વારા પોતાના લેપટોપ દ્વારા વાલીઓ ને પાસે બેસાડી, RTE વિશે માહિતી આપી ફોર્મ ભર્યા હતા.શરૂઆત માં 4-5 યુવાનો થી શરુ કરેલ ગ્રુપ માં હાલ ટીમ માં અલગ અલગ પ્રોફેશન માં કામ કરતા અધિકારીઓ,શિક્ષકો,એન્જીનીયર,બિઝનેસ-મેન જોડાયેલા છે કે જેના સૂઝબૂજ અને જ્ઞાન નો લાભ વાલીઓને મળ્યો હતો .RTE ટીમ દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 સાથે કોલોબ્રેશન કરી ને જરૂરિયાત મંદ વાલીઓના જરૂરી પ્રૂફ તૈયાર કરાવી ને ફોર્મ ભર્યા હતા.ટીમ દ્વારા બહાર ના શહેરો માં રહેતા વાલીઓને ફોન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ :- વિરલ વરીયા (ફેસબુક પેજ પ્રેરણાબળ સંચાલક)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756