વડાલી મનરેગા સ્ટાફ દ્વારા યોગ્ય માગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદન પત્ર આપ્યું,

વડાલી મનરેગા સ્ટાફ દ્વારા યોગ્ય માગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદન પત્ર આપ્યું,
Spread the love

વડાલી મનરેગા સ્ટાફ દ્વારા યોગ્ય માગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદન પત્ર આપ્યું,

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત મનરેગા શાખા ના સ્ટાફ દ્વારા વડાલી તાલુકા વિકાસ અધિકારી શ્રી ને વિવિધ પ્રશ્નોના ઉકેલ સારું આજે આવેદન આપી ધારદાર રજુઆત કરવામાં આવી જેમાં સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫ હેઠળ ગુજરાત રાજ્યમાં કામે રોકાયેલ આઉટસોર્સિંગ સહિતના તમામ કર્મચારીઓને તેઓની પોસ્ટ ઉપર નિયમિત કર્મચારી ગણી ગુજરાત રાજયના કર્મચારીઓને સમા પગાર ધોરણ, પેન્શન, ગ્રેજ્યુટી તથા અન્ય તમામ લાભો ચૂકવી આપવા અને જયાં સુધી આ બાબતે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી સાતમાં પગાર પંચનો લઘુત્તમ પગાર સ્કેલમાં મોંઘવારી ભથ્થા સહીત લાભ આપવા બાબતે આવેદનપત્ર તથા અચોકકસ મુદ્દતની હડતાલ સહીતના પગલાઓ લેવા બાબતે રજુઆત કરાય છે,ગુજરાત રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાહેધરી અધિનિયમ હેઠળ ગ્રામ્ય વિસ્તારના બેરોજગારી અને ઉપલબ્ધ શ્રમજીવી ફોર્સને વૈકલ્પિક રોજગાર પૂરી પાડવાના હેતુસર વિવિધ જાહેર કામો માટે વિવિધ યોજનાઓ કે જે તમામ પીજનાઓના આધાર સ્તંભ તરીકે કામ કરતાં કર્મચારીઓ કે જેઓ સંપૂર્ણ પણે અંધકારમય જીવન જીવી રહ્યા છે.
. વધુમાં આ કર્મચારી કે જેઓ યુવા બેરોજગાર તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં, રાજયના વિકાસ માટે કામ કરવા માટે નોકરીમાં જોડાયેલ ત્યારબાદ ૧૨ વર્ષના ગાળામાં આ કર્મચારીઓના લગ્ન, બાળકો અને કુટુંબની જવાબદારી સતત વધેલ છે પરંતુ તેઓના પગારમાં કે અન્ય કોઈપણ લાભોમાં કોઈ ફેરફાર થયેલ નથી એટલે કે તેઓનું જીવન ઉતરોત્તર નિમ્ન કક્ષાનું થવા પામેલ છે. જયારે બીજીતરફ ગુજરાત રાજય કે જે ગતીશીલ, સ્વર્ણિમ, વિકસિત રાજ્ય હોવાનો દાવો કરે છે પરંતુ કામ કરતાં કર્મચારીઓનું જીવન સંપૂર્ણપણે અંધકારમય છે.
આમ, ઉપરોકત પરિસ્થિતિ, હકીકતો અને સંજોગોને ધ્યાને લેતાં અમારા યુનિયન દ્વારા

નીચે મુજબની માંગણીઓ આપશ્રી સમા ઉપસ્થિત કરવાનું નકકી કરેલ છે.
, (૧)મનરેગા યોજનામાં કામ કરતાં કર્મચારીઓને રાજય સરકારના નિયમિત,કર્મચારીઓ ગણી સરકારના કાયમી કર્મચારીઓને સમકક્ષ પગારધોરણ, મોંઘવારી,
,પેન્શન, ગ્રેચ્યુઈટી તથા અન્ય તમામ લાભો આપવાનો નિર્ણય કરવામાં આવે.(૨) આ દરમ્યાનમાં મનરેગા યોજનામાં કામ કરતાં તમામ કર્મચારીઓને તેઓની પોસ્ટ મુજબ સાતમાં પગારપંચના લઘુત્તમ પગાર સ્કેલ, મોંઘવારી ભથ્થુ અને અન્ય તમામ લાભો તા. ૧-૧-૨૦૧૬ થી આપવામાં આવે.
(૩) મનરેગા યોજનાના કર્મચારીઓની તેઓની નિમણુંકથી ૧૫ % વાર્ષિક પગાર વધારો પ્રત્યેક વર્ષનો ઉમેરી એરીઅર્સ સહીત ચુકવી આપવો.

(૪) પ્રથમ માંગણીનો ઉકેલ ના આવે ત્યાં સુધી એમ્પ્લોઈઝ પ્રો.ફંડનો લાભ તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવે.

(૫) દર માસે નિયમિત પગારની ચુકવણી કરવામાં આવે અને કરારની પધ્ધતિ
૨૬ કરી તમામ કર્મચારીઓની સળંગ નોકરી ગણવામાં આવે.આમ તમામ માગણીઓ સાથે મનરેગા સ્ટાફ ના કર્મચારીઓ ,મનરેગા apo વિજય પરમાર, શૈલેષ પરમાર, મુકેશ પરમાર, સંદીપ સુતરિયા ,સુરેશ સગર અને મનરેગા G.R.S સહિત લોકો રહ્યા હતા હાજર,

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220413-WA0037-2.jpg IMG-20220413-WA0042-0.jpg IMG-20220413-WA0043-1.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!