તિલકવાડા પોસ્ટે વિસ્તાર ના દેવલીયા ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

Spread the love

તિલકવાડા પોસ્ટે વિસ્તાર ના દેવલીયા ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી પ્રશાંત સંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને શ્રી બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ.પરશોતમભાઇ તથા હે.કો. કિરણભાઇ તથા હે.કો.રાકેશભાઇ તથા હે.કો. મુનિરભાઇ નાઓને બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના દેવલીયા ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી તિલકવડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. શ્રી સુબોધકુમાર કમલેશકુમાર પટેલ નાઓને સાથે રાખી તિલકવાડા પો.સ્ટે.ના દેવલીયા ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા શ્રી અરૂણભાઇ સખારામ ચૌધરી રહે.દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે.નાંદખેડા પ્રકાશા રોડ, તા.શાહદા જી.નંદુરબાર નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ. સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીજ(નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. ૧૭,૧૭૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી)૨ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ તિલકવાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!