નવનિર્મિત કન્યા – કુમાર છાત્રાલય શાળા સંકુલ નું ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવેલ

રામપરા (તાલુકો રાજુલા) ખાતે આવેલ વૃંદાવન બાગમાં શ્રી લાલજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં નવનિર્મિત કન્યા – કુમાર છાત્રાલય શાળા સંકુલ નું ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવેલ આ સમારોહના અધ્યક્ષ સ્થાને વિશ્વ વંદનીય પુજ્ય મોરારીબાપુ ની નિશ્રામાં યોજવામાં આવેલ આ સમારોહમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુ કનીરામબાપુ ચલાલા ના દાનેવ આશ્રમ ના મહંત શ્રી ખભાલીયા જગ્યાના મહંત શ્રી તેમજ દુરદુરથી પધારેલા સાધુ-સંતો હાજર રહ્યા હતા આ સમારોહમાં રામપરાના સરપંચ શ્રી તેમજ રામપરા આગેવાનો તથા ભાઇઓ બહેનો તેમજ આ શાળા સંકુલ ના છાત્ર છાત્રાઓ વિશાળ સંખ્યામાં હાજર હતા સમારોહ પ્રારંભ માં આ શાળાની વિદ્યાર્થીનીઓ એ સ્વાગત ગીત રજૂ કરેલ આ નવનિર્મિત કન્યા કુમાર છાત્રાલય ના દાંતા શ્રી ઓનું ફૂલહારથી તેમજ શાલથી સન્માનિત કરવામાં આવેલ અત્રે નોંધવું જરૂરી છે કે આ સમારોહમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર નું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ની સેવાઓને ધ્યાન પણ લઈ ને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પુજ્ય મોરારીબાપુ એ પોતાના પ્રવચનમાં આ વૃંદાવન બાગને પવિત્ર ધામ તરીકે ઓળખાવ્યું હતું માહાત્માગાંધી હોસ્પિટલના લાભાર્થે રામ માનસ કથા ના ફંડમાંથી વૃંદાવન બાગ ના લાભાર્થે રૂપિયા ૭૫,લાખ નો ચેક પુજ્ય રાજેન્દ્ર બાપુ ને અર્પણ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં જુદી-જુદી કંપનીઓ ના અધિકારી શ્રી ઓ તથા પત્રકાર શ્રી ઓ અને સામાજિક કાર્યકર્તાઓ બોહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ રંગેચંગે પુર્ણ થયો હતો તેમજ સૌએ સાથે ભોજન લીધું હતું
રિપોર્ટ કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756