ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદી ક અમૃત મહોત્સવ યાત્રા નું ડભોઇ ખાતે આયોજન

ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદી ક અમૃત મહોત્સવ યાત્રા નું ડભોઇ ખાતે આયોજન
દર્ભાવતી નગરી ડભોઇ ખાતે આજરોજ “આઝાદી ક અમૃત મહોત્સવ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ના નેતૃત્વ માં આજરોજ અઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા નું આયોજન રૂપે બાઇક રેલી યોજવામાં આવી હતી.જે બાઇક રેલી આંબેડકર ચોક થી શરૂઆત કરી ડભોઇ નગર માં ફરી હતી. યાત્રા નું ડભોઇ યુવા ભાજપ સહિત ભારતીય જનતા પાર્ટી ના તમામ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ ની સ્વતંત્રતા માટે બલિદાન તેમજ સમર્પણ આપનાર સ્વતંત્ર સેનાનીઓ ને શ્રદ્ધાંજલિ સમર્પિત કરતા ભવ્ય રેલી ડભોઇ નગર ના મુખ્ય માર્ગ પર નીકળી હતી.ડભોઇ નગર માં રેલી નું ભવ્ય આયોજન થી પ્રદેશ યુવા નેતા પ્રશાંત કોરાટ એ ડભોઇ યુવા કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે જ રેલી માં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,ભારતીય જનતા પાર્ટી ના આગેવાન શશીકાંતભાઈ પટેલ,અશ્વિનભાઈ પટેલ,યુવા મોરચા ભાજપના પ્રમુખ આકાશ પંડ્યા,યુવા મોરચા મહામંત્રી પ્રેમલ પટેલ સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ તમાકુવાલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756