કાનાલુસમાં ફરજ દરમિયાન ગુમ થયેલા SRP જવાનનો તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

મૂળ સુરત પંથકના વતની અને હાલ જામનગર જિલ્લામાં કાનાલુસ વિસ્તારમાં ફરજ બજાવતા એક એસઆરપી જવાન ગૂમ થઇ ગયા પછી પન્નાનેશ તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર નજીક કાનાલુસમાં એક ખાનગી કંપની વિસ્તારમાં ફરજ પર રહેલા એસ.આર.પી. જવાન નિતિનભાઈ બાબુભાઈ ધુલિયા ગત તારીખ 17 ના રાત્રે પોતાની ફરજ ઉપર હતા, ત્યારે એકાએક ગુમ થઈ ગયા હતા. તેઓ પોતાનો મોબાઈલ અને સરકારી હથિયાર પણ ફરજના સ્થળે જ છોડી ગયા હતા. આ અંગે તેમના સાથી કર્મચારી એવા એસઆરપી જવાન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજેશભાઈ ઈશ્વરભાઈ ગામિત દ્વારા મેઘપર (પડાણા) પોલીસ માં ગુમ નોંધ કરાવવામાં આવી હતી. આથી હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે મોડી સાંજે તેનો મૃતદેહ પન્ના નેશના તળાવમાંથી મળી આવ્યો હતો. સમગ્ર મામલે મેઘપર પોલીસે સાથી કર્મચારી એવા એસઆરપીના જવાન રાજેશભાઈ ગામીતની જાહેરાત લઈ અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી છે, અને એસઆરપીના જવાન નીતિનભાઈ ધુલીયાનું કોઈપણ કારણોસર તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઇને એસઆરપીના કેમ્પસમાં ભારે ચકચાર જાગી છે. મેઘપર પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી મેઘપર બોલાવી લીધા છે, અને મૃતદેહનો કબજો સોંપી દીધો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756