પ્રેમ લગ્નના પાંચમાં દિવસે છૂટાછેડા, યુવતીને માવતરે પણ ન સ્વીકારતા 181 અભયમની ટીમ મદદ પહોચી

પ્રેમ લગ્નના પાંચમાં દિવસે છૂટાછેડા, યુવતીને માવતરે પણ ન સ્વીકારતા 181 અભયમની ટીમ મદદ પહોચી
Spread the love

મોરબીમાં પાંચ દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર એક યુવતીને તેના પતિએ પાંચમાં દિવસે છૂટાછેડા આપી દેતા યુવતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મુશ્કેલી ભરેલી સ્થતિમાં અટવાયેલી એક યુવતીની મદદે અભયમની ટીમ દોડી ગઈ હતી. પૂર્વ પતિ સ્વીકારતો ન હોય અને માવતર સાચવવા તૈયાર ન હોય, એવી સ્થિતિમાં 181 અભયમની ટીમ યુવતીની વ્હારે આવી હતી.અને યુવતીના માતા પિતા સાથે સમજાવટ કરી તેઓને સોપી હતી મહિલાઓની મદદ માટે 181 અભયમ સેવા સતત કાર્યરત છે. આ મહિલા હેલ્પલાઇન નંબર થકી મહિલાઓ કોઈ પણ સંજોગોમાં તુરંત મદદ મેળવી શકે છે.

અંગેની વિસ્તૃત વિગત મુજબ 181 મહિલા હેલ્પલાઇન નંબર ઉપર મોરબીની એક 19 વર્ષીય યુવતી મદદ માટે ફોન કરતા મોરબી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી,પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે 5 દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ યુવતી આ વાત માનવ તૈયાર નહોતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી, પણ પતિ સ્વીકારવા તૈયાર નહોતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. આ તરફ યુવતી પોતાના માવતરે પહોંચી હતી, પરંતુ પ્રેમ લગ્ન કર્યા હોય માવતર પણ સાચવવા તૈયાર નહોતા.

પૂર્વ પતિના જણાવ્યા મુજબ છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો જ તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમ પૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. આમ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમેં યુવતીની વ્હારે જઈ દીકરીને માતા-પિતાને સોંપી હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

19-37-10-IMG-20220426-WA0030.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!