જામનગરમાં તા. ર૮મી એપ્રિલના હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા મહાયજ્ઞ

જામનગર : જામનગરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આગામી તા. ર૮-એપ્રિલના હવાઈચોક, ભાનુશાળી વાડ, શ્રી હિંગળાજ માતાજીના મંદિરમાં મહાયજ્ઞ અને સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના જણાવ્યા મુજબ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી માતાજીની ઉપાસનામાં વિક્ષેપ ઊભો થયો હતો, પરંતુ આ વર્ષે આયોજન થયું છે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
યજ્ઞમાં નાનો માણસ પણ સદ્ભભાગી બની શકે તે માટે માતાજીના નવચંડી યજ્ઞ, ગૃહશાંતિ, ધ્વજા, નાળિયેર હોમવાનું અને ઘી હોમવા માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો હતો.
જેમાં ઘી ના ચઢાવવા માટે આનંદ નાખવા, નાળિયેર હોમવા માટે જીતેન્દ્ર કાનજીભાઈ ચાંદ્રા, ઘી હોમવા માટે અભય કેતનભાઈ મંગી, ગૃહશાંતિમાં બેસવા માટે કેશવલાલ નાથાલાલ કનખરા, સદ્ભાગી વિજેતા બન્યા હતાં. હિંગળાજ માતાજીના મંદિરમાં આયોજીત ડ્રો ના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે જ્ઞાતિ માટે જહેમત ઉઠાવીને દરેડ જીઆઈડીસીમાં શૈક્ષણિક જ્ઞાતિને પ્લોટ મળે તેવા સહકાર્ય માટે હિતેષ પ્રવિણભાઈ જોઈસર, હેમતભાઈ કનખરા અને કિરીટભાઈ નંદાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજ દ્વારા તા. ર૮ ના જ્ઞાતિજનોને ઉત્સાહપૂર્વક અને તન, મન અને ધનથી સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756