મોરબીના જુના ઘુંટુ ગામે તસ્કરોનું પેટ્રોલિગ : 1.95 લાખના મુદ્દામાલની ચોરી

મોરબીના જુના ઘુંટુ ગામે તસ્કરોનું પેટ્રોલિગ : 1.95 લાખના મુદ્દામાલની ચોરી
Spread the love

ઘરધણી અગાશી ઉપર સુવા ગયા અને નિશાચરો ઘરના નકુચા તોડી રોકડ, દાગીના ચોરી જતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામમાં ભારે ગરમીના માહોલમાં અગાશી ઉપર નિરાંતની ઊંઘ માણવા ગયેલ પરિવારને સૂતો રાખી નિશાચરો મકાનના નકુચા તોડી રૂપિયા 85 હજાર રોકડા તેમજ દાગીના સહીત કુલ રૂપિયા 1,95,250ની માલમાતાની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને બાંધકામ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલા અને તેમનો પરિવાર નિત્યકર્મ મુજબ ગરમીને કારણે રાત્રીના અગાશીમાં સુવા ગયા બાદ સવારે જાગીને નીચે આવતા મકાનના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. વધુમાં પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલાએ ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તેમના મકાનની તીજોરીમા રાખેલ રોકડા રૂપિયા 85 હજાર રોકડા, બે સોનાની વીંટી કિંમત રૂપિયા 74,300, એક સોનાનો ચેઇન કિમત રૂપિયા27,200 તથા ચાંદીના પગના સાકળા નંગ-2 કિમત રૂપિયા 8930 સહિત કુલ રૂપિયા1,95,250ના મુદામાલાની ચોરી કરી જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220428_142844.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!