સામાજીક જવાબદારી આપણા સૌની ચાલો બાળલગ્ન અટકાવીએ અને સમાજ સેવા કરીએ

સામાજીક જવાબદારી આપણા સૌની ચાલો બાળલગ્ન અટકાવીએ અને સમાજ સેવા કરીએ
Spread the love

સામાજીક જવાબદારી આપણા સૌની ચાલો બાળલગ્ન અટકાવીએ અને સમાજ સેવા કરીએ

બાળ લગ્ન કરાવનાર સામે થશે કાયદાકીય કાર્યવાહી

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢની કામગીરીમાં સહભાગી થઈએ

જૂનાગઢ : અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે દરેક જ્ઞાતી સમાજમાં લગ્ન યોજાતા હોય છે. જેમાં કન્યાની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોય અને વરની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ હોય ત્યારે હિન્દુ મેરેજ એક્ટ-૧૯૫૫ હેઠળ કલમ-૭ મુજબ લગ્નગ્રંથીથી જોડાઈ શકે અને જો આ લગ્ન ફેરા દરમિયાન જો કોઈ દંપતી તપાસ દરમિયાન બાળક જણાઈ આવશે. તો દરેક લગ્નમાં જોડાયેલા જેવા કે સમૂહ લગ્ન આયોજકોસામાજીક આગેવાનોગોરમારાજલગ્ન કરાવનાર કાજીરસોયાકેટરર્સમંડપ ડેકોરેશનબગીવાળાફોટો અને વિડીયોગ્રાફર  તેમજ લગ્ન કંકોત્રી છાપવાવાળા તેમજ લગ્નમાં આવનાર સગાસબંધીઓ અને લગ્ન માટે વાડી ભાડે આપનાર દરેક જાહેર જનતાને જૂનાગઢ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ જો લગ્ન કરતાં જણાઈ તો તે સજા પાત્ર ગુનો છે. આ સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે. જો આવા લગ્ન કરવા દેવામાં આવે તો દીકરાદીકરીઓના ઘણી વિપરીત અસર થાય છે. જેથી આપના ગામમાં કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી અનેઆ  લગ્ન થતા જણાઈ આવે તો તાત્કાલિક ગામના સરપંચતલાટી મંત્રીનજીકના પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જૂનાગઢ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જૂનાગઢને તાત્કાલિક લેખિતમાં જન્મ અને કંકોત્રીના પુરાવા સાથે જાણ કરશો અને આપે આપેલી માહિતી ગુપ્ત રાખવામા આવશે. જે આપની જાણ માટે તેમજ બાળલગ્ન અટકાવવા માટે હેલ્પ લાઇન નંબર-૧૦૯૮,૧૦૦,૧૮૧ પર જાણ કરશો.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

             

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!