જેતપુરના નામચીન બુટલેગર અનિલ ઉર્ફે ડબલી અને જુનાગઢના ધીરેન કારીયાની પાસા હેઠળ અટકાયત

જેતપુરના નામચીન બુટલેગર અનિલ ઉર્ફે ડબલી અને જુનાગઢના ધીરેન કારીયાની પાસા હેઠળ અટકાયત
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ દારૂ-જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતી પર અંકુશ મેળવવા તેમજ નેસ્ત નાબુદ કરવા દારૂને લગતી પ્રવ્રુતી કરતા પ્રોહી બુટલેગરોને અટકાયતમાં લેવા સારૂ પાસા દરખાસ્ત મુકવા સુચના આપતા જેતપુર શહેર વિસ્તાર માં રહેતા (૧) અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા જાતે-કોળી રહે.જેતપુર બાપુની વાડી, અભિષેક સ્કુલ પાછળ તા.જેતપુર જી.રાજકોટ તેમજ તેના સહઆરોપી (૨) ધીરેન અમૃતલાલ કારીયા જાતે-લુવાણા રહે.બી-૩૦૩, નોબલ પ્લેટીનમ, રાજીબાગ જુનાગઢ તા.જી..જુનાગઢ વાળા ની જેતપુર સીટી પો.સ્ટે. પોલીસ ઈન્સ.એચ.એ જાડેજા નાઓએ બંનેની પાસા દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ સાહેબનાઓએ મજકુર સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા મજકુર સામાવાળાને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઈન્સ.એ.આર.ગોહીલ તેમજ પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા ના માર્ગદર્શન હેઠળ પકડી પાડી પાસા એકટ હેઠળ કાર્યવાહી કરી (૧) અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા ને સુરત, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે અને (૨) ધીરેન અમૃતલાલ કારીયા ને પાલારા (ભુજ) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
પાસા અટકાયતીનું નામ
(૧) અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા જાતે-કોળી રહે.જેતપુર બાપુની વાડી, અભિષેક સ્કુલ પાછળ તા.જેતપુર જી.રાજકોટ
(૨) ધીરેન અમૃતલાલ કારીયા જાતે-લુવાણા રહે.બી-૩૦૩, નોબલ પ્લેટીનમ, રાજીબાગ તા.જી. જુનાગઢ
રિપોર્ટ : સુરેશ ભાલીયા જેતપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756