રાજકોટ ના અધિક જીલ્લા ત્રિજોરી અધિકારી વર્ગ-૨ વય નિવૃત્ત વિદાયમાન અપાયું

રાજકોટ ના અધિક જીલ્લા ત્રિજોરી અધિકારી વર્ગ-૨ વય નિવૃત્ત વિદાયમાન અપાયું હતું.
રાજકોટ ના અધિક જીલ્લા તિજોરી અધિકારી વર્ગ-૨ તરીકે કાર્યરત શ્રી ચંદ્રિકાબેન ચાંગેલા વય નિવૃત્ત થતાં તેમની કચેરી દ્વારા તેઓને વિદાયમાન અપાયું હતું. તેઓ તા.૧૮/૪/૧૯૮૩ માં રાજકોટ જીલ્લા તિજોરી કચેરી ખાતે જુ.કલાર્ક તરીકે જોડાયા હતા. વર્ષ ૧૯૯૨ માં સીનીયર કલાર્ક અને વર્ષ ૨૦૦૭ માં નાયબ હિસાબનીશ તરીકે રાજકોટ જીલ્લા તિજોરી કચેરી ખાતે સેવા આપેલ છે. વર્ષ ૨૦૧૫ માં બઢતી મેળવી હિસાબનીશ તરીકે સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી રાજકોટમાં અને પેન્શન ચુકવણા કચેરી રાજકોટ ખાતે સેવા આપેલ છે. બઢતી મેળવી અધિક જીલ્લા તિજોરી અધિકારી વર્ગ-૨ તરીકે રાજકોટ જીલ્લા તિજોરી કચેરી ખાતે કામગીરી સંભાળી લીધી છે. ચાંગેલા સાથી કર્મચારીઓ અને તિજોરી કચેરીમાં આવતાં સરકારી કચેરીઓના કર્મચારીઓને હંમેશા મદદરૂપ અને માર્ગદર્શક રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756