વડિયા પોલીસ સ્ટેશન માં શાંતિ સલામતી ની બેઠક યોજાઈ

વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ અને સલામતી ની બેઠક યોજાઈ
નવ નિયુક્ત પી.એસ.આઈ. ચાવડા દ્વારા બોલવાઈ બેઠક
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં છેલ્લા થોડા સમય માં ક્રાઇમ નુ પ્રમાણ વધતા જિલ્લા પોલીસ વડા દ્વારા નવ નિયુક્ત પી.એસ.આઇ. ચાવડા ને વડિયા નુ સુકાન સોંપતા તેમના દ્વારા આવનારા સમય માં રમજાન ઈદ અને પરશુરામ જયંતિ ના તહેવાર આવતા હોય ત્યારે હિન્દૂ – મુસ્લિમ લોકોમાં ભાઈ ચારા થી તહેવાર ઉજવવામાં આવે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મિટિંગ બોલવાઈ હતી. જેમાં હિન્દૂ સંગઠનના આગેવાનો,મુસ્લિમ સમાજ ના આગેવાનો,વેપારી આગેવાનો, પત્રકારો સહીત ના એ હાજરી આપી હતી. આ ઉપરાંત નવ નિયુક્ત પી.એસ.આઇ. ચાવડા દ્વારા આગેવાનો ને પોતાનો નંબર આપી કોઈ અસામાજિક પ્રવુતિ, દારૂ, જુગાર, સટ્ટા, દાદાગીરી જેવી ઘટનાઓ કે પ્રવુતિ ની જાણ પોલીસને કરવા પણ અનુરોધ કર્યો હતો સાથે વડિયા માં સુલેહ શાંતિ જળવાય અને કોઈ ક્રાઇમ બાબત ની ઘટનાઓ ન બને તે માટે સતત કાર્યશીલ રહેવાની આતકે પોલીસે ખાત્રી આપી હતી.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756