લાલપુર બાયપાસ નજીક બાઈકચાલક ડિવાઈડર સાથે ટકરાઇ જતાં ગંભીર રીતે ઘાયલ

જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર ફેસ-2 ના ગેઇટ સામે એક બાઈક ચાલક યુવાન ડિવાઈડર સાથે ટકરાઈ ગયો હતો, અને તેનું માથું ફાટી જતાં લોહીલુહાણ થઇને ઢળી પડ્યો હતો.
108ની ટુકડીએ તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, અને પોતે જીવન-મરણના ઝોલાં ખાઈ રહ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઇ છે, અને તેના બાઇકના નંબરના આધારે તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756