આવનાર તહેવારો ને અનુલક્ષી ડભોઇ ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી

આવનાર તહેવારો ને અનુલક્ષી ડભોઇ ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી
આજરોજ ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી 3 મેં ના રોજ પરશુરામ જયંતિ તેમજ ઈદ નો તહેવાર એક જ દિવસે આવતો હોઇ શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી.શાંતિ સમિતિ ની બેઠક માં હિન્દૂ મુસ્લિમ બન્ને કોમ ના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ તેઓ ને તહેવારો ની ઉજવણી ને અનુલક્ષી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.તહેવાર ટાણે કોમી એખલાસ જળવાયી રહે તે હેતુ થી શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી. સાથે જ ધારાસભ્ય શૈલેષભાઇ દ્વારા બન્ને કોમ ને હર્ષોલ્લાસ થી પોત પોતાના તહેવાર ને ઉજવવા આહવાન કર્યું હતું.બેઠક માં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી,એસ.ડી.એમ ઈશ્વર પંચાલ,ડભોઇ પી.આઈ,નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,નગર ના પત્રકારો સહિત હિન્દૂ તથા મુસ્લિમ કોમ ના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756