જામનગર ના સાધના કોલોની વિસ્તારમાં બાળક સાથે અડપલાં થયા હોવાની ઘટનાથી ચકચાર

જામનગરમાં સાધના કોલોની નજીક જલારામ મંદિર પાસે એક શખ્સ દસ વર્ષના બાળકને પરેશાન કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને તેણે બાળક સાથે અણ છાજતું કૃત્ય આચર્યું છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે. તે દરમિયાન સ્થાનિકોએ મેથીપાક ચખાડી ને પોલીસને સુપરત કર્યો છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જલારામ મંદિર પાસે એક ત્રીસેક વર્ષની વયનો શખ્સ દસ વર્ષના માસૂમ બાળકને પજવણી કરી રહ્યો હોવાનું અને બાળક રડતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સ્થાનિકોએ ઉપરોક્ત શખ્સને પકડી પાડયો હતો, અને તેણે બાળક સાથે અણછાજતું વર્તન કર્યું હોય તેવું અનુમાન લગાવાયું હતું. જે બાળક પડી ગયું હોવાથી ઈજાગ્રસ્ત થતાં તેને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન સ્થાનિકોએ ઉપરોક્ત શખ્સને ભારે મેથીપાક ચખાડ્યો હતો, ત્યાર પછી પોલીસને સુપરત કર્યો છે.
આ મામલે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને બાળક સાથે કોઈ અઘટિત કૃત્ય બન્યું છે કે કેમ, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં ઉપરોક્ત શખ્સને પોલીસ મથકે બેસાડી રખાયો છે અને બાળકની મેડિકલ તપાસણી કરાવવામાં આવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756