કુંકાવાવ આઇ. ઇ.ડી.વિભાગ ની સનાળા પ્રા.શાળા ની દિવ્યાંગ ખેલાડી એ લોંગ જમ્પ માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત દ્વારા અમરેલી મુકામે રમત ગમત અધિકારી ની કચેરી દ્વારા સ્પોર્ટ ગ્રાવુંડ મુકામે આયોજિત સ્પે.ખેલ મહાકુંભ માં કુંકાવાવ આઇ. ઇ.ડી.વિભાગ ની સનાળા પ્રા.શાળા ની દિવ્યાંગ ખેલાડી સરેણા શિવાલી એ લોંગ જમ્પ માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.તેમજ. સો મીટર દોડ માં દ્વિતિય સ્થાન મેળવી તાલુકાનું ગૌરવ વધારેલ છે તેમજ કુંકાવાવ નાં ઇશ્વરીયા પ્રા.શાળા નો વિદ્યાર્થી ગોહિલ સાહીલૅ સૌ.મીટર દોડ માં દ્વિતીય સ્થાન મેળવ્યું છે.તેમજ લોંગ જમ્પ માં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.તેમજ કુંકાવાવ નાં વતની અને બી ફૌજી ટીમ નાં સંચાલક શ્રી ભૂમિ બહેન મહેતા એ ચક્રફેક માં પ્રથમ તેમજ ગોળા ફેંક માં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી કૂકાવાવ અને બી ફૌજી ટીમ નૂ ગૌરવ વધારેલ છે.આતકે સનાળા આચાર્ય ગીતાબેન તેમજ ઇશ્વરીયા આચાર્ય દિનેશભાઇ ઠુંમર તેમજ અધીકારીઓ એ, કુંકાવાવ નાં સરપંચ અને બી ફૌજી ટીમ નાં સ્થાપક ફૌજી સંજય ભાઈ લાખાણી એ તમામ ખેલાડીઓ અને તેમના ટ્રેનર કિરીટભાઈ જોષી અને દક્ષાબેન ગઢીયા ને આને કુંકાવાવ આઈ.ડી ટીમ ને અભીનંદન પાઠવ્યા હતા તેમજ જિલ્લા આઇ.ઇ.ડી કો.ઓડીનેટર શ્રી ભદ્રેશભાઈ જોષી સાહેબ દ્વારા અભીનંદન પાઠવ્યા હતા.કે રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં પ્રથમ આવી ગૌરવ વધારો તેવી શુભેચ્છાઓ આપી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756