જાફરાબાદ એસટી તંત્ર નું ઓરમાયું વર્તન

જાફરાબાદ એસટી તંત્ર નું ઓરમાયું વર્તન
Spread the love

જાફરાબાદ માં એસટી બસોની સુવિધા ઓ માટે અનેકવાર સંસ્થાઓ દ્વારા લેખિત રજૂઆતો મુસાફર જનતા ને સુવિધા આપવા માટે એસટી તંત્ર કરી રહીં છે. ઠાગાઠૈયા અવનવા રજુઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જાફરાબાદ ને એસટી તંત્ર ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.

જાફરાબાદ એસટી તંત્ર નું ઓરમાયું વર્તન જાફરાબાદ અરબી સમુદ્ર ના કિનારે આવેલું છેવાડાનું ગામ છે જાફરાબાદ ની આજુબાજુ ના કોસ્ટલવે દરીયાઇ પટ્ટી ઉપર નર્મદા સીમેન્ટ કંપની, અલ્ટ્રાટેક સીમેન્ટ, શિપયાર્ડ કંપની, પીપાવાવ પોર્ટ લિમિટેડ, ( જી.પી પી.એલ. ) જીએસપીસી પાવર પ્લાન્ટ, સિન્ટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ, જેવા મહત્વના ઉધોગો ધમધમે છે. જાફરાબાદ સોલ્ટવકૅસ, મત્સ્યોદ્યોગ આવેલો છે. આ બંદર પરથી મચ્છી વેરાવળ, પોરબંદર, મુંબઈ, જેવા શહેરોમાં નિકાસ કરવામાં આવે છે. જાફરાબાદ શહેરમાં રાજ્ય સરકાર ની મહત્વ ની કચેરી ઓ આવેલી છે. જાફરાબાદ બંદર કરોડો રૂપિયા નુ હુંડીયામણ મેળવી આપે છે. આમ છતાં જાફરાબાદ માં એસટી સુવિધાના નામે મીંડું છે. આ વિસ્તારમાં પરપ્રાંતિય જેવા કે યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં થી લોકો રોજગારી માટે જાફરાબાદ માં આવે છે.આમ છતાં એસટી ની માળખાકીય સુવિધા મળતી નથી એસટી ની અનિયમિતાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એસટી ની લાંબા રૂટની એસટી બસો ની સુવિધા ઓ મલતી હતી તે સુવિધાઓ ઝુટવાયગય છે. જેવી કે ઉના, જાફરાબાદ, મુંબઈ, ઉના, જાફરાબાદ, સુરત, જંબુસર, જાફરાબાદ, બારડોલી, જાફરાબાદ, લીંબડી, જાફરાબાદ, મહુવા, જાફરાબાદ, ભુજ, જાફરાબાદ, ગાંધીનગર, જાફરાબાદ, ઉપરોક્ત બસો છેલ્લા બે વર્ષથી બંધ છે. આ બસનું સંચાલનથવાથી એસટી ને સારી એવી આવક મળી રહેતી હતી આ અંગે જાફરાબાદ ની જુદી-જુદી સંસ્થા ઓએ જે-તે વિભાગીય નિયામકો ને લેખિત તેમજ ટેલીફોનીક થી રજુઆત કરેલ છે. પરંતુ એસટી તંત્ર ના બેહેરા કાને સ સાંભળાતુ નથી જાફરાબાદ નું બસ સ્ટેશન જજૅરીત બની ગયું છે. તે અંગે પણ અવારનવાર રિનોવેસન કરવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આ બસ સ્ટેશન માં છેલ્લા બે વર્ષથી રિઝર્વેશન કરવામાં આવતું નથી ઉપકરણો હોવા છતાં રિઝર્વેશન કરવામાં આવતું નથી આ અંગે જ્યારે જ્યારે રજુઆત કરવામાં આવે છે. ત્યારે એક્જ જવાબ આપવા આવે છે. કે કોમ્પ્યુટર નું સીપીયુ રીપેર કરવા માટે ડીવીઝન કચેરી માં મોકલેલ છે. જે બે દિવસ માં આવી જશે તેવો ઉડાઉ જવાબ આપવા આવે છે. તેનીપણ તપાસ થવી જરૂરી છે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી ડીવિઝન ના કોડિનાર ડેપો ની લોકલ બસ જે કોડિનાર, જાફરાબાદ, થી અમરેલી જતી હતી અમરેલી થી બે વાગ્યે ઉપડી ને જાફરાબાદ ૫.૧૫ કલાકે જાફરાબાદ આવતી હતી અને જાફરાબાદ થી કોડિનાર જતી હતી આ રુટ ને કોડિનાર ડેપો મેનેજર ના મનસ્વી નિર્ણય થીં બંધ કરી દેવામાં આવી છે. જેથી લોકો પારાવાર હાડમારી ભોગવવી રહ્યા છે. બંધારણીય અધિકારો ઝુંટવી લેવા માં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી વિભાગીય નિયામક શ્રી અમરેલી ને લેખિત તથા ટેલીફોનીક થી રજુઆત કરવામાં આવેલ છે. છતાં પણ લોકો કે સંસ્થા ની રજૂઆતો ને ધ્યાનમાં લેવામાં આવતી નથી આંખ આડા કાન કરી રહ્યા છે. ને કોડિનાર ડેપો મેનેજર ને છાવરવામાં આવે છે. વેરાવળ ડેપો ની બસ વેરાવળ, જાફરાબાદ, બે બસો ચાલતી હતી તેમાંથી એક બસ કરી નાખી છે. તેપણ બસ અનિયમિત છે. જાફરાબાદ ના મચ્છીમારો ને મચ્છી ના વેપારી કામો માટે અવારનવાર વેરાવળ જવાનું થાય તે માટે બસ બંધ હોવાથી ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. ઉના, જાફરાબાદ, મુંબઈ, તેમજ! ઉના, જાફરાબાદ, સુરત, લાંબા રૂટની બસો ઘણા સમયથી બંધ હોય પરંતુ ખાનગી ટ્રાવેલ્સ ની બસો ભરચક્ક પેસેન્જર લઈ ને જાય છ. છતાં પણ એસટી તંત્ર ની આંખ ઉઘડતી નથી આ સમંગ્ર બાબત ગંભીર ગુનાહિત હોય આ બાબતે નજર અંદાજ ન કરવામાં આવે ઉપરોક્ત તમામ બાબતે ગંભીર તા નહીં લેવામાં આવે તો જાફરાબાદ ના લોકો (NSUI) વિવિધ સંગઠનો પોતાના હક્કો અધિકારો માટે ઉગ્ર આંદોલન કરશે તેની ગંભીર નોંધ લેવી ઉપરોક્ત એસટી ના પ્રશ્નો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતા માંથી ઉગ્ર માંગ છે.

રિપોર્ટ :કિશોર આર. સોલંકી
જાફરાબાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220504-WA0093-1.jpg IMG-20220504-WA0092-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!