મોરબીમાં 50 દિવસ ગાયબ રહ્યા બાદ કોરોનાએ ફરી દેખા દીધી

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે. અગાઉ 50 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ કોરોનાએ ફરી દેખા દીધી છે. આજે આરોગ્ય વિભાગે લીધેલ એક દર્દીનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હોવાનું જાહેર થયું છે.
આજે મોરબી જીલ્લા માં 50 દીવસ બાદ ફરી કોરોનાનો એક કેસ નોંધાયેલ છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી 26 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમણે કોરોના રસીનો એક ડોઝ લીધેલ છે. તેમજ અન્ય કોઈ મોરબી જીલ્લા બહારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમજ દર્દી હાલ હોમ આઇસોલેશન હેઠળ કોરોનાની સારવારમાં છે. તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756