મોરબી જિલ્લાના બે શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી

મોરબી જિલ્લાના બે શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી
Spread the love

મોરબી :- દર વર્ષે પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ 2020/2021 માટે મોરબી તાલુકાના શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.વિજયભાઈએ બાળકોના વિકાસ માટે અત્યાર સુધી 800 જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે.શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું મહત્વનું કામ કર્યું છે.વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પણ પ્રકાશિત કરવા,નેશનલ કક્ષાએ સુધી જવું અનેક વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે. જેના કારણે આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે
વર્ષે 2021/22 માટે બીજા એક હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં નોકરી કરતાં એવા વિમલ પટેલની પસંદગી કરવામાં આવી છે.વિમલભાઈ પણ એવા પ્રવૃતિશીલ શિક્ષક છે.જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે.વિવિધ સાધનોનું નિર્માણ કરવું, ઈનોવેશન કરવા, બાળફિલ્મનુ નિર્માણ કરવું,સતત બાળકોના માટે નવીન કરવું જેના કારણે પણ તેમની આ એવોર્ડ માટે પસંદગી કરેલ છે. પરમ પૂજ્ય મોરબીબાપુના હસ્તે આ એવોર્ડની પસંદગી થતાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે એ માટે અભિનંદન પાઠવે છે આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા/તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બંનેનો દિલથી આભાર વ્યક્ત કરે છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

IMG-20220504-WA0199-1.jpg IMG-20220504-WA0200-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!