મોરબીમાં 5 મેના રોજ યોજાનાર રોજગાર ભરતી મેળો મોકુફ

મોરબીમાં આવતીકાલ તા. ૦૫-૦૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી. વી. સી ટેકનિકલ હાઇસ્કૂલ, વી. સી. ફાટક પાસે રોજગાર વિનિમય કચેરી દ્વારા યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ અંગે મોરબીના રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર, હાલ તુરત મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવી. ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે, અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ. ટી કૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવાનું અને વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર 6૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756