માળીયા હાટીના માં રસ્તો પોહળો કરવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યું

માળીયા હાટીના માં ફાટક પાસે અંડર પાસ તેમજ રસ્તો પોહળો કરવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યું
માળીયા હાટીના શહેર માં રેલવે ફાટક પાસે ખુબજ સાંકળો રસ્તો છે તેમજ રેલવે નીકળે ત્યારે વાહનો ની કતાર લાગે છે જેને લઈ ને જ્યારે ફાટક ખુલે ત્યારે સામ સામે વાહન થાય છે તેવામાં વાહન અવર જવર માં સાઈડ માં એક બાજુ વોકળું આવેલ છે ત્યારે વાહન સાઈડ કરવામાં નીચે ઉતરી જઇ ને પલટી મારે છે તેમજ પડી જવાની બીક લાગે જેથી મોટો અકસ્માત થવાની શકયતા ઓ છે
હાલ તાજેતર માં બે દિવસ પહેલા એક અકસ્માત બનીયો હતો એક વાહન નીચે પડેલ ત્યારે આ બાબત ની જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી અને રેલવે ના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા , ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા એ સાથે મળી ને રેલ્વે વિભાગ ને માહિત ગાર કરતા રેલ્વે વિભાગ ના અધિકારી ADEN મનોજ કુમાર શર્મા, એચ એસ કવા સહિત તેમજ જુનાગઢ જીલ્લા પંચાયત વિભાગ ના ઈનજીનીયર સોલંકી સહિત ના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચ્યા હતા
રેલ્વે ફાટક પાસે નજીક ના રસ્તા ની તેમજ રસ્તા ની સાઈડ માં દીવાલ બનાવવા અને અંડર પાસ નું સર્વે હાથ ધર્યું હતું
જ્યારે આ કામ માં જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા એ પોતાની ગ્રાન્ટ આપશે તેવુ જણાવ્યું હતું
રિપોર્ટ :- પરેશકુમાર વાઢીયા (માળીયા હાટીના)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756