ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું

ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું
Spread the love

ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું

સુલતાનપુર ને જોડતા રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવા બાબતે કલેકટર સાહેબશ્રી જૂનાગઢ  ને સંબોધિ માંગરોળ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામા આવ્યું

માંગરોળ ના ભાટગામ ને જોડાતા સુલતાનપુર થી ભાટગામ અને માનખેત્રi ભાટગામ નો રસ્તો પહોળો કરવા અને આ રસ્તો નવેસરથી નવો બનાવવા માટે આ રસ્તો મંજુર થયેલ હોય તેમ છતાં પણ આ રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવેલ નથી

બિસ્માર રસ્તાઓ ને કારણે વાહનોમાં ખુબજ નુકસાની તેમજ ઇંધણ નો પણ વધુ વપરાશ થાય છે

જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ નો સામનો કરી અહીં થી પસાર થવું પડતું હોય છે

જૂનાગઢ જીલાના માંગરોળ તાલુકા ના ભાટગામ ગામ થી માનખેત્રા ને જોડતો રસ્તો તથા સુલતાનપુર ને જોડતો રસ્તો ઘણા સમય થી મંજુર થયેલા છે હાલ આ રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ હજુ સુધી આ રસ્તાની કામગીરી શરૂ થયેલ નથી હાલ ચોમાસુ નજદીક આવીરહયું છે અને વરસાદી સિઝન શરૂ થતાંજ ગ્રામજનો તથા વાડી વિસ્તાર ના લોકો ને અવરજવર કરવા મા આ કારણે ખુબજ મુશ્કેલીઓ પડીરહી હોય તેમજ ખુબજ સાંકડો રસ્તોહોય આ રસ્તાને પહોળો કરી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી અને લોકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતુંકે ખુબજ બિસ્માર હાલતમાં આ રસ્તો હોવાના કારણે સતત એક્સિડેન્ટ થવાનો ભય પણ રહેતો હોય માટે વહેલી તકે આ રસ્તાઓ નુ કામ શરૂ થાય તેવી માંગ સાથે ભારતીય માનવ અધિકાર સંઘ,INDIAN હ્યુમન રાઇટ્સ એસોસિએશન ના અધ્યક્ષ મિલન બારડ તથા તેમની ટિમ ના સભ્યો તથા સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી હતી

અને સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતુંકે જો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ શરૂ કરવા માં નહિ આવેતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

આવેદનપત્ર આપવા માટે કાશીબભાઈ સમા,યશભાઈ પરમાર, નિલેશભાઈ રાજપરા, જયંતિગીરી ગોસ્વામી, સુલેમાનભાઈ પઠાણ સહિતના હ્યુમન રાઈટ્સ ના સભ્યોએ હાજરી આપી હતી સાથે સાથે રામ ભાઈ સોલંકી,કાનભાઇ સોલંકી પૂર્વ સરપંચ ભાટગામ ,હમીરભાઈ હડીયા,નારણભાઇ શોલંકી,સરમણ ભાઈ પીઠીયા,અર્જનભાઈ શોલંકી,જેસા ભાઈ શોલંકી,ભીખાભાઇ રામ,પત્રકાર મિત્રો સહિતના આગેવાનો અને ગ્રામજનો ખુબજ બહોળી સંખ્યામાં જોડાયા હતા

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!