સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી

સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી
Spread the love

સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી

સોમનાથ મહાદેવ ની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન કરાયા

દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થા નું કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમ ના રોજ તિથિ પ્રમાણે તા.૬ ના રોજ ૭૨ મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ હતો. ૧૧ મે ૧૯૫૧ ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના શુભહસ્તે હાલના જ્યોર્તિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.

આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.ત્યારે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે ૧૦૧ તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.શિવપ્રસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો સુર્વણ મઢેલા છે મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. ૮૦૦ વર્ષ પછી નાગરશૈલી મા નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદ થી પણ પ્રચલિત છે.

પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ- વિસર્જન- સર્જન- આસ્થા- રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં દેશવિશ્વમાં સાત સમંદર પાર ઓનલાઈન-સોશ્યલ મીડીયા માધ્યમથી પહોંચે છે.

સોમનાથ મંદિર ના ૭૨’ માં સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વંદના અને સરદાર શ્રી ને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. ૭૧ વર્ષ પૂર્વે સવારે ૯:૪૬ એ મહાપૂજા કરવામાં આવેલ, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગાર ની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્ય પૂજારી વિજયભાઈ ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા ટ્રસ્ટ ના કર્મચારીઓ અને સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં‌.સાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે ‘વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિ નો વિજય થાય છે,જે આ રીતે ભવ્ય હોય છે.’

 

રિપોર્ટ : પરાગ સંગતાણી
સોમનાથ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!