ધરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારનાં અનડીટેક્ટ ધરફોડ, ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ
શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબ, દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ ધરફોડ ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ધરફોડ ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી પો.સ્ટે. ગુન્હા રજી.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૪૫૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ વિ.મુજબનો ગુન્હો અનડીટેક્ટ હોય, અને સદરહું ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, જે અનુસંધાને શંકાના આધારે સદરહું ગુન્હામા સંડોવાયેલ આરોપી અબ્દુલ ઉર્ફે હકુડી ઉમરભાઇ બ્લોચ રહે. અમરેલી મીની કસ્બા વાડ શેરી નં -૧ તા.જી.અમરેલી વાળા પોતાના રહેણાંક મકાને હાજર હોય જે શંકાના આધારે હકિકત વર્ણન વાળા ઈસમોને ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમિયાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાતા આપેલ છે.
પકડાયેલ આરોપી
અબ્દુલ ઉર્ફે હકુડી ઉમરભાઇ બ્લોચ રહે. અમરેલી મીની કસ્બા વાડ શેરી નં -૧ તા.જી.અમરેલી
રીકવર કરેલ મુદામાલ
સોનાની કડી નંગ.૦૪ કિ.રૂ.૧૨૦૦૦/-
ચાંદીની વીંટી નંગ.૦૧ કિ.રૂ.૫૦૦/-
મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઘોરણસરની કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે.
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારનાં અનડીટેક્ટ ઘરફોડ ચોરીનાં ગુન્હાનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.
રીપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756