મગાજડી ભવાની મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ દેવી ભાગવત પારાયણ સપ્તાહ…

ધામળેજ સમસ્ત ગામ દ્વારા આયોજિત મગાજડી ભવાની મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ દેવી ભાગવત પારાયણ સપ્તાહ…
આ સપ્તાહ સાથે સાથે દરરોજ રાત્રે ધાર્મિક, રામા મંડળ, લોકડાયરો સહિતના કાર્યક્રમો પણ યોજાય છે.
આ સપ્તાહ માં પાધેશ્વરી આશ્રમ મંહત ઉપવાસી કરસનદાસબાપુ, સાંસદ, ધારાસભ્ય, સહિતના આગેવાનો ઉપસ્થિત..
પ્રાચી તીર્થ..ગીર સોમનાથ જીલ્લા ના ધામળેજ સમસ્ત ગામ દ્વારા શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું એક સુંદર આયોજન સાલી રહીયુ છે આ દેવી ભાગવત સપ્તાહ માં આજુબાજુ ના વિસ્તાર ના અને તાલુકા ભરમાંથી ધર્મપ્રેમી જનતા ઓ મોટીસંખ્યામાં ભક્તિમય માહોલ સાથે આ દેવી ભાગવત કથાનો લાભ લય રહીયા છે આ દેવી ભાગવત સપ્તાહ માં કાશીના વિદ્વાન પુરાણાચાયૅ શ્રી ક્રિષ્નપ્રસાદ જાની આચાર્ય શ્રી સંપૂર્ણ નંદ વિશ્વ વિધાલય કાશી ના વ્યાસની સંગીત મય તથા ભજન કીર્તન, ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં શ્રી મદ દેવી ભાગવત કથા નું સંગીત મય ભાવ શૈલીમાં સુંદર કથાનું રસપાન શાસ્ત્રી પ.પુ ક્રિષ્ન પ્રસાદ જાની કાશી વાળા ના વ્યાસાસને સંગીત મય કથાથી શ્રોતાઓ અને ભક્તિમાં તરબોળ કર્યા હતા જેમાં આજ ના દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ દેવી ભાગવત સપ્તાહમાં ધામળેજગામ મા હાલ ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે દરેક સમાજના યુવાનો વડીલો દ્વારા આ કાર્યને દીપાવામા આવી રહ્યા છે. અને દેવી ભાગવત સપ્તાહમાં રામા મંડળ, લોકડાયરો, સંતવાણી, રૂક્ષ્મણી વિવાહ, નંદ ઉત્સ, ગોવર્ધન લીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ રોજ આયોજન થાય છે. આજના મુખ્ય મહેમાન શ્રી પાઘેશ્વરી આશ્રમ મહંત કરસનદાસ બાપુ ઉપવાસી તથા જુનાગઢ ગીર સોમનાથ ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, તથા તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા જીલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ મંત્રી ધીરુભાઈ સોલંકી, કોડીનાર થી બ્રહ્મ સમાજ ના આગેવાનો, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત ના સદસ્યો,તથા પત્રકાર મિત્રો, સહિતના આગેવાનો,યુવાનો, ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756