ઉંદરાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

ઉંદરાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો.
આજ રોજ થરાદ તાલુકાના ઉંદરાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો. વિદાય લઈ રહેલા વિધાર્થીઓ દ્વારા શાળામાં સ્પીકર વુફર સેટ આપવામાં આવ્યો. અને શાળાના સ્ટાફ દ્વારા વિદાય લઈ રહેલા વિધાર્થીઓને ભેળ,ચવાણું અને જલેબી આપવામાં આવી. વિદાય પ્રસંગે શાળાના આચાર્યશ્રી સ્ટાફ ગણ મિત્રો દ્વારા બાળકોના ઉજ્વળ ભવિષ્ય અને આગળ વધી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવામા આવી. ધોરણ ૮ ના શિક્ષકશ્રી ચૌધરી કાળુંભાઈ અને ચૌધરી પિરાભાઈ તરફથી શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો. બાળકોએ પોતાના ૮ વર્ષના અભ્યાસ ના વિચારો વાગોળીને ભાવવિભોર બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૮ ના વર્ગશિક્ષક કાળુંભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756