ડભોઇ 12 સાયન્સ નું 55.48 ટકા પરિણામ જાહેર કહી ખુશી કહી ગમ નો માહોલ

ડભોઇ 12 સાયન્સ નું 55.48 ટકા પરિણામ જાહેર કહી ખુશી કહી ગમ નો માહોલ
આજરોજ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ડભોઇ કેન્દ્ર ના 12 સાયન્સ ના કુલ 431 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં 238 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે 193 વિદ્યાર્થીઓ નપાસ થતા ડભોઇ કેન્દ્ર નું 55.48 ટકા પરિણામ આવ્યું હતું.ડભોઇ જુનિયર સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીની હેમાંગી હરેશભાઈ પ્રજાપતિ એ 700 માંથી 525 ગુણ મેળવી ડભોઇ કેન્દ્ર માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જ્યારે 700 માંથી 516 ગુણ સાથે વંશ રાકેશભાઈ પટેલ બીજા નંબર પર રહ્યો હતો.ડભોઇ 12 સાયન્સ નું પરિણામ 55.48 ટકા આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. આજરોજ પરિણામ જાહેર થતા ડભોઇ કેન્દ્ર માં પ્રથમ આવનાર વિદ્યાર્થીની ના પરિવાર માં ખુશી ની લાગણી છવાયી ગયી હતી.તેમજ શાળા સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીની ને અભિનંદન પાઠવી સફળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી.ઉપરાંત ડભોઇ ઈંગ્લીશ મીડીયમ માં નોબેલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થી શેખ નસ્તઇન 700 માંથી 533 ગુણ મેળવી પ્રથમ ક્રમાંકે આવતા શાળા પરિવાર તરફ થી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756