સલાયા મુકામે ફ્રી મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સલાયામાં આજરોજ યોજાયેલ ફ્રી મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પમાં પધારેલા મહેમાનો અને આયોજકોનું સન્માન કરવામાં આવ્યું.
આજરોજ સલાયાના ભીખુભાઈ અસ્વાર તેમજ તુષારભાઈ અસ્વાર પરિવાર દ્વારા સલાયા મુકામે ફ્રી મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં ભાઈઑ બહેનોએ લાભ લીધો હતો.આં તકે આં કેમ્પમાં પૂર્વ મંત્રીશ્રી અને પૂર્વ ધારાસભ્ય મુળુભાઇ બેરા,દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી મયુરભાઈ ગઢવી,તાલુકા પંચાયતના સભ્ય ધેલુભા જાડેજા,ભાજપના પીઢ અગ્રણી હરિભાઈ નકુમ,તેમજ અગ્રણી રામશિભાઈ ગોરિયા, સલાયાના પી.આઇ.પટેલ સાહેબ,સલાયા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ,મુસ્લિમ ધર્મગુરુ અબુડાડા,સલાયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ ભગાડ, જુસુદાડા ની દરગાહના મુંઝાવર,તથા વેપારી મંડળ નાં પ્રમુખ અને પત્રકાર ભરતભાઈ લાલ,સલાયા શહેર ભાજપ પ્રભારી પરેશભાઈ કાનાણી વગેરે ખાસ હાજર રહ્યા હતા. તમેજ ખંભાળિયા ના ખ્યાતનામ ડોકટરો શ્રી કંડોરિયા સાહેબ(દ્વારકાધીશ મલ્ટી.) તેમજ ડોકટર શ્રી મટણી સાહેબ, પૂનમ બહેન માડમના કાર્યાલયે થી પ્રતિનિધિ શ્રી કરશનભાઈ,નિવૃત્ત પોલીસ સ્ટાફના મહેશભાઈ સવાણી તથા સલાયા મરીન પોલીસના નગાભાઈ ગઢવી, બ્લડ બેંક ખંભાળિયા ના ડો.મુકેશભાઈ તન્ના તથા અન્ય આગેવાનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતાં. આ તમામનું સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સન્માન કરાયું હતું. અને આ ભવ્ય કેમ્પના આયોજક પરિવારના ભીખુભાઈ તેમજ તુષારભાઈનું પણ સન્માન કરાયું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756