ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને પુનીયાદ ગામે લાખો રૂપિયાના ખર્ચે થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત

” ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને પુનીયાદ ગામે લાખો રૂપિયાના ખર્ચે થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત ”
હાલમાં ગુજરાતની ગતિશીલ સરકાર દ્વારા છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં નાગરિકની સુખાકારી માટે પાયાની સગવડો મળી રહે તે માટે વિકાસના કામોનું ઝડપભેર લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત આજરોજ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન પટેલના મત વિસ્તારના કાયાવરોહણ અને પુનિયાદ ગામે રૂ. ૨૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે અગ્રણીઓને આવકારવામાં આવ્યા હતા. ધારાસભ્યએ ‘ સૌનો સાથ સૌનો વિકાસ ‘ મુજબ વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે તેવું તેમણા વકતવ્યમાં જણાવ્યું હતું. ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને પુનિયાદ ગામે રોડ રસ્તા, પેવર બ્લોક વગેરે જેવા પ્રજાકીય સુખાકારીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસના કામોના ખાતમુહૂર્ત થી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન પટેલ સરપંચ, નીરવભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, સહિતના સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756