પૂજય શ્રી મુકતાનંદબાપુ ના 64 માં પ્રાગટય દિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ-ભેસાણ ખાતે યોજાયો.

અખિલ ભારતીય સાધુ સમાજ ના અધ્યક્ષ પૂજય શ્રી મુકતાનંદબાપુ ના 64 માં પ્રાગટય દિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ-ભેસાણ ખાતે યોજાયો.
પરમ પૂજ્ય, નિરાધારના આધાર, શિક્ષણ પ્રિય,ગૌ પ્રિય, ક્રાંતિકારી સંત એવા પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ (ચાપરડા) બ્રહ્માનંદ ધામ ના 64 મા પ્રાગટય દિવસ નિમિત્તે સમગ્ર ભારત તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જુદા જુદા સામાજિક ક્ષેત્રે કાર્યક્રમો કરવામાં આવેલ હતા આ તકે જૂનાગઢ જિલ્લા ના ભેંસાણ તાલુકામાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ભેંસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ,સત ગ્રુપ,સંજીવની ક્લીનિક ના સયુંકત પ્રયાસ વડે પૂજ્ય બાપુના પ્રાગટય દિવસને ઉત્સાહ અને સામાજિક ક્રાંતિના માધ્યમથી સર્વ સમાજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું અને બહોળી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકોએ રક્તદાન કરેલ હતું સાથે શ્રમિક અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટોનું વિતરણ પણ કરવામાં આવેલ હતું આ તકે ભેંસાણ તાલુકાના પી.એસ.આઈ ગઢવી સાહેબે રક્તદાન કરી યુવાનોની પ્રેરણામાં વધારો કર્યો હતો આ તકે ભેંસાણ તાલુકાના ભાજપના રાજકીય આગેવાનો તથા દત ટેકરી આશ્રમ થી શ્રી ચેતન મહારાજ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને બ્રહ્મ સમાજ દ્વારા તમામ આગેવાનોનું અભિવાદન અને સન્માન કરવામાં આવેલ હતું આ આયોજનને ભવ્યતાના શિખરે પહોંચાડવામાં માટે ભેંસાણ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના વડીલો,આગેવાનો,યુવાનો દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રાગટય દિવસને ભવ્ય સામાજિક ક્રાંતિકારી કાર્ય કરી ભગીરથ બીડું ઝડપેલ હતું. સાથ અને સહકાર આપવા બદલ બધા લોકો નો ખૂબ ખૂબ આભાર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756