મોરબી જિલ્લામાં વધુ એક હત્યા :- પોલીસ નો ઓસરતી ધાક

મોરબી : મોરબી જીલ્લા માં કાઈમ રેટ દિવસે ને દિવસે વધી રહો છે.અને આવારા તત્વોને પોલીસ નો કોઈ ડર જ રહો ન હોય તેવું પ્રતિત થઈ રહું છે. જીલ્લા માં ચોરી,લુંટ,મારા મારી, હત્યા જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહા છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે. કે જીલ્લા પોલીસ ની ધાક દિવસ ને દિવસે ઓસરતી જાય છે. અને આવારા-લુખ્ખા તત્વો ફાટી રહા છે. મોરબીમાં બે દિવસ પૂર્વ જ પત્ની પર ચારિત્ર્ય ની શંકા રાખી પતિએ હત્યા કરી નાખી હતી. ત્યાં આજે વાડીનું રખોપું કરવા ગયેલા કોળી યુવાનની હત્યા થતાં જીલ્લા નો કાયદો-વ્યવસ્થા ની સ્થિતી નજરે ચડી રહી છે. હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપુ કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ટીમ ધણાદ વાડી વિસ્તારમાં દોડી ગઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ ઠાકોર ઉ.24 નામના યુવાનને ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેવો રોજ રાત્રીના વાડીએ રખોપુ (ટોવા) કરવા જતા હતા. ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને રાજુભાઇ ઠાકોરની હત્યાના બનાવના અંકોડા મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756