પેટ્રોલીયમ પદાર્થ ભરેલ બે ટેન્કરો ઝડપી પકડતી લોકલ કાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

પેટ્રોલીયમ પદાર્થ ભરેલ બે ટેન્કરો ઝડપી પકડતી લોકલ કાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ
Spread the love

પેટ્રોલીયમ પદાર્થ ભરેલ બે ટેન્કરો ઝડપી પકડતી લોકલ કાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બાયોડીઝલને ભળતા પેટ્રોલીયમ પદાર્થ અનઅધિકૃત રીતે ભરેલ બે ટેન્કરો બાબતે આગળની કાર્યવાહી માટે રેલ્વે પોલીસને સોંપતી લોકલ કાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બાયોડીઝલ કે બાયોડીઝલને ભળતા પેટ્રોલીયમ પદાર્થનો અનઅધિકૃત રીતે કબ્જામાં રાખી વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેન્કટરશ્રી એમ.એન.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટેન્કર નં.જીજે – ૧૨ – બીવાય -૨૮૫૩ તથા ટેન્કર નં.જીજે – ૧૨ – બીવાય -૧૮૨૬ વાળીમાં બાયોડીઝલને ભળતા પેટ્રોલીયમ પદાર્થ અનઅધિકૃત રીતે ભરેલ છે અને આ બંને ટેન્કરો ગાંધીધામ હાઇવે ઉપર ગેરાકાયદેસર રીતે વેચાણ કરનાર છે . તેવી હકીકત આધારે એલ.સી.બી.ટીમ દ્વારા આ બાબતે તપાસ કરતા ઉપરોકત બંને ટેન્કરો બાયોડીઝલને ભળતા પેટ્રોલીયમ પદાર્થથી ભરેલા જે પૈકી એક ટેન્ડર સીલ માર્યા વગરનું મળી આવેલ અને બંને ટેન્કરો કોઇપણ પ્રકારની સેફ્ટી સાધનો વિના સીડબલ્યુસી ગુડસાઇડ નામની પાર્કીંગ વાળી જગ્યામાંથી મળી આવતા આ જગ્યા ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોય જેથી મળી આવેલ બંને પેટ્રોલીયમ પદાર્થ ભરેલા ટેન્કરો સ્થળ પરથી રેલ્વે પોલીસ સ્ટેશન ગાંધીધામને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે .

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.આર.ગઢવી તથા એલ . સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!