ડભોઈ બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત રેલી નું આયોજન

ડભોઈ બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત રેલી નું આયોજન
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાય ડભોઈ દ્વારા પ્રમુખસ્વામી ના સતાપ્દી મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત સમાજ માં લોકો વ્યસન થી મુક્ત બને,ઘર પરિવાર,સમાજ,દેશ અને વિશ્વ માં લોકો સારું આરોગ્યમય જીવન જીવે તે હેતુ થી બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વિશ્વ લેવલ પર વ્યસનમુક્તિ અભિયાન રાખેલ હતું.જે અનુસંધાન માં આજરોજ ડભોઇ ખાતે વ્યસન મુક્તિ રેલી નું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થા ના અનુયાયીઓ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે વ્યસન મુક્તિ અંગે સુત્રોચાર કરી રેલી કાઢવામાં આવી હતી.વ્યસનમુક્તિ રેલી નો મુખ્ય હેતુ લોકો ના ઘરો માં સુખ શાંતિ રહે,લોકો નિરોગી જીવન જીવે,સમાજ નું ઘડતર થાય,પરિવારો માં કલેશ ઘટે,પૈસા નો દુરવ્યય ના થાય જેવા ભાવ સાથે વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી હતી.આજ ના યુગ માં યુવા વર્ગ વ્યસન પાછળ જીવન ખોઈ બેસે છે.નાની ઉમર માં કેન્સર,ટીબી,તથા ફેફસા ની બીમારીઓ જેવા રોગો નો ભોગ બને છે જે ન બને તેવી ભાવના સાથે ગુરુ મહંત સ્વામી ની ઈચ્છા થી વ્યસનમુક્તિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં હરિભક્તો જોડાયા હતા અને વ્યસનમુક્તિ અંગે લોકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756