વિસાવદર પી.જી.વી. સી. એલ કચેરીના અણઘડ વહીવટથી પ્રજા ત્રાહિમામ

વિસાવદર પી.જી.વી. સી. એલ કચેરીના અણઘડ વહીવટથી પ્રજા ત્રાહિમામ:શહેર કોંગ્રેસ પ્રમુખ નયન
જોશી ની ઉગ્ર રજુવાત
વિસાવદરતા. વિસાવદર શહેર તથા તાલુકાની તમામ સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે તે મામલતદાર કચેરી,તાલુકા પંચાયત અને કોર્ટ રોડ ઉપર ઓફીસ ખુલવાના સમયે બપોરના બાર વાગ્યા આસપાસ દરરોજ વિજકાપ માત્ર આજ વિસ્તારમાં કરવાની વડી કચેરીની સૂચના હોય તે રીતે વીજ કાપ કરવામાં આવતા પી.જી.વી.સી.એલ કચેરી સામે પ્રજામાં રોષ ફાટી નીકળેલ છે તમામ કચેરીમાં શહેર તથા તાલુકાની પ્રજા પોતાના સરકારી કામ માટે વિસાવદર આવતી હોય અને વૈશાખ મહિનામાં ધોમ ધખતા તાપમાં લાઈનો લગાવી પોતાના કામ માટે કલાકો સુધી ઉભા રહેતા હોય તમામ કચેરીમાં લાઇટની જરૂરિયાત હોય એવા સમયે અધિકારીની અણઆવડત કે પછી જાણી જોઈને સરકારી કચેરીના અધિકારી સામે બદલો લેવાની ભાવના હોય તે રીતે છેલ્લા પાંચેક દિવસથી બપોરના સમયે વીજ પુરવઠો એક લાઇન પૂરતો કાપી નાખવામાં આવતો હોય અને ફોલ્ટના બહાના નીચે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા તાલુકા તથા શહેરની પ્રજાને આવા ધોમધખતા તાપમાં કલાકો સુધી વીજ પુરવઠો પાછો આવે તેની રાહ જોવી પડતી હોય અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોશીએ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી,ચીફ ઈજનેર,કાર્યપાલક ઈજનેર સહીતનાને લેખીત ફરિયાદ કરી તાત્કાલિક ફરિયાદનું નિવારણ લાવવા આક્રોશ સાથે રજુઆત કરી છે અન્યથા પી.જી.વી.સી.એલ કચેરી વિસાવદર તરફથી સુધારવામાં નહિ આવે તો જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756