છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી
Spread the love

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

પત્રકાર એકતા પરિષદના નસવાડી તાલુકા પ્રમુખ પદે ઈરફાનભાઈ લકીવાલાની સર્વાનુમતે વરણી કરાઈ

પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય સઈદ સોમરા ના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા ઉપ પ્રમુખ અલ્લારખ્ખા પઠાણ અને મહામંત્રી ઈરફાન ભાઈ લકીવાલા ની ઉપસ્થિતી મા આજરોજ તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનીવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી.
જેમાં નસવાડી તાલુકા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા મહામંત્રી ઈરફાન ભાઈ એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.

હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતાં.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી ઈરફાન ભાઈ લકીવાલા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી યુસફ ખાન પઠાણ અને રફીક ડણીવાલા ની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે અલ્લારખ્ખા પઠાણ અને રીયાજ કુરેશી અને ફરીદ કુરેશી મંત્રી તરીકે દિનેશ ગોડ અને જુબેર કુરેશી અને જય મોચી સહમંત્રી તરીકે ફીરોજ મેમણ અને ઉસ્માન ઈડાવાલા જ્યારે ખજાનચી તરીકે અલકેશ તડવી અને આઇટી સેલમાં અલ્ફેજ પઠાણ ની નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!