ધોરણ 10 બોર્ડ પરિણામ જાહેર ડભોઇ ખાતે નોબલ પબ્લિક સ્કૂલ નો દબદબો

ધોરણ 10 બોર્ડ પરિણામ જાહેર અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માં નોબલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ ડંકો વગાળ્યો
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ એસ.એસ.સી બોર્ડ માર્ચ-૨૦૨૨ નું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં નોબલ પબ્લિક સ્કુલ ગુજરાતી માધ્યમ માં પ્રથમ ક્રમાંકે અને ડભોઈ કેન્દ્રમાં દ્વિતીય ક્રમાંકે પટેલ તમન્ના રાજેશભાઈ જેઓએ ૯૮.૯૮ પરસેન્ટાઇલ મેળવેલ છે. શાળામાં દ્વીતીય ક્રમાંકે બારીયા વિશ્વા પ્રવિણભાઈ જેઓએ ૯૪.૯૯ પરસેન્ટાઇલ મેળવ્યા છે, તૃતીય ક્રમાંકે પટેલ ટ્વીશા શશીકાંત જેઓએ ૯૧.૮૭ પરસેન્ટાઇલ મેળવ્યા હતા.
અંગ્રેજી માધ્યમ ના પરિણામ માં નોબલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમ માં ડભોઇ કેન્દ્ર માં પ્રથમ ત્રણ નંબર નોબલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ રહેતા શાળા નું ગૌરવ વધારતા શાળા સંચાલકો દ્વારા તમામ નું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે શેઠ દક્ષ નિલમકુમાર જેઓએ ૯૮.૭૩ પરસેન્ટાઇલ મેળવેલ છે. દ્વીતીય ક્રમાંકે શાહ પૂજન સ્વાતિનકુમાર જેઓએ ૯૭.૨૨ પરસેન્ટાઇલ મેળવ્યા હતા , તૃતીય કમાંકે ખીરવાલા બીબીબુશરા મોહંમદ રીયાઝ જેઓએ ૯૬.૩૩ પરસેન્ટાઇલ, સાથે નોબલ પબ્લિક સ્કૂલ નું ગૌરવ વધાર્યું હતું.આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી એ.એ. માધવાણી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને શુભેચ્છા પાઠવી હતી અને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)ડભોઇ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756