ધોલીડેમમાં ડુબી જવાથી બે કિશોરીઓના મોત પરીવારજનોમાં શોકનો માહોલ

ધોલીડેમમાં ડુબી જવાથી ૧૨ વર્ષ અને ૧૭ વર્ષીય બે કિશોરીઓના મોત
પરીવારજનોમાં શોકનો માહોલ
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા (ઉ.વ ૧૭)અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા (ઉ.વ ૧૨) ધોલી ડેમ ખાતે કપડા ધોવા ગયેલ હતી.લાંબો સમય પસાર થવા બંને છોકરીઓ પોતાના ઘરે પહોંચી નહીં પહોંચતા પરીવારજનોએ તેમની શોધખોળ કરી હતી.જે દરમ્યાન ધોલીડેમના કિનારા પર કોઇ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું.ઘટના અંગે વણખુટાના રહીશ દેવલભાઇ રામભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકે જાણ કરતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.બંને સગીરાઓના કરણ મોત નિપજતા પરીવારજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.
રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756