આપણે ત્યાં વરસોથી શિક્ષણમાં કેમ દાટ વાળવામાં આવે છે?

આપના શિક્ષણમંત્રીએ આજે એક અનોખી જાહેરાત કરી છે કે આપણા ગુજરાતમાં નવા સત્રથી ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક એમ અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે.જેથી બાળકોનો અંગ્રેજીનો પાયો કાચો રહી ના જાય.
પણ આજે ગુજરાતી શાળાઓમાં ભણતા ધોરણ 8 કે 9 માં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતીના બે વાક્યો વાંચતા આવડતું નથી.લખવાની વાત તો બહુ દુર રહી.આમાં વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી ગયો કહેવાય કે આખી ઇમારત તકલાદી છે એમ કહેવાય.
આમાં વિદ્યાર્થીઓનો વાંક કેટલો? શિક્ષકોનો વાંક કેટલો? આપની શિક્ષણ પદ્ધતિઓનો વાંક કેટલો?
શુ વિદ્યાર્થીઓ શાળામાં ગુજરાતી ભણતા નથી કે શિક્ષકો બરાબર ભણવાતા નથી?
દર વરસે 10 માં અને 12 ધોરણમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે.આ એક વરસની વાત નથી.આવું દર વરસે વરસોથી થાય છે આમાં શાળાઓ કે શિક્ષકો સામે કોઈ પગલાં લઈ શકાય ખરા?
દર વરસે 30 ટકા કે 40 ટકા ફી વધારો કરી મધ્યમ વર્ગના વાલીઓને બાળકોને શાળામાંથી ઉઠાડી મુકવા મજબુર કરનાર શાળા સંચાલકો સામે કોઇ પગલાં લઈ શકાય ખરા?
બજાર ભાવ કરતા ચાર ઘણી કિંમતે શાળામાંથી જ પુસ્તકો નોટબુક ખરીદવાનો આદેશ આપનાર મધ્યમ વર્ગના વાલીઓના ખિસ્સા પર કાતર ફેરવનાર શાળા સંચાલકો સામે પગલાં લઇ શકાય ખરા ?
દર વરસે 40 ટકા ફી વધારો કરી મધ્યમવર્ગના વાલીઓના સંતાનોને શાળા છોડી નોકરી પર મુકવા મજબુર કરનાર સંચાલકો સામે પગલાં લઈ શકાય ખરા?
કેલેન્ડર ટર્મ ફી સત્ર ફી મેન્ટનસ ફીના નામે ઉઘાડી લુંટ કરનાર શાળા સંચાલકો સામે પગલાં લઈ શકાય ખરા?
પાઠયપુસ્તકો નોટબુકો શાળામાંથી જ ખરીદવી જોઈએ એમ કહી બજાર કરતા ચાર ઘણી કિંમતે વેપાર કરનાર સંચાલકો સામે પગલાં લઈ શકાય ખરા?
શાળાની જ બસમાં વિદ્યાર્થીઓ આવ જા કરે એ આદેશ આપનાર સામે કઈ પગલાં લઈ શકાય ખરાબ?
આપણી ઘણી બધી શાળાઓ પાસે રમતનું મેદાન પ્રયોગશાળા લાઈબ્રેરી કે કોમ્યુટર રૂમ નથી.એમની સામે પગલાં લઇ શકાય ખરા?
ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓનો ગુજરાતીમાં પાયો કાચો ના રહેવો જોઈએ કે અંગ્રેજીમાં એ કેમ ઝટ સમજાતું નથી .આમાં કોણ જવાબદાર ? આ જવાબદાર સામે પગલાં લઈ શકાય ખ
રા?
દર વરસે યુનિફોર્મ બદલાવી લાખો રૂપિયા કમિશન મેળવનાર સામે કોઈ પગલાં લઈ શકાય ખરા?
દર વરસે 40 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 5 પછી ભણતર અને શાળા છોડી દે છે .આમ વરસોથી થવા દેનાર સામે કોઈ પગલાં લઈ શકાય ખરા?
ભાર વગરના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના દફ્તરનો ભાર વજન વધારનાર સામે કોઇ પગલાં લઈ શકાય ખરા?
વિદ્યાર્થીઓથી દફતરનું વજન ઉંચકાતું નથી બાળકોને કુલી બનાવનાર સામે કોઈ પગલાં લઇ શકાય ખરા?
એક સંતાનને ભણાવવા દર વરસે 70 કે 80 હજાર વાલીઓએ ખર્ચવા પડે છે ટૂંકી આવકમાં 3/4 સંતાનોના વાલીઓ પોતાના સંતાનોને ચાહની કીટલી પર જ કામ પર મુકે ને.આવી હાલત લાવનાર સામે કોઈ પગલાં લઈ શકાય ખરા?
આપણી શાળાઓમાં શુદ્ધ પીવાનું પાણી શોચાલય નથી પંખા નથી લાઈટ નથી .આ લોકો સામે કોઈ પગલાં લઈ શકાય ખરા?
આપણી શાળાઓની આસપાસ તમાકુ ગુટકા અરે હવે તો નશીલી દવાઓ પણ છૂટથી મળે છે આ લોકો સામે કોઈ પગલાં લેવાય ખરા?
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756