11 જૂને ભરૂચમાં ‘વીરાંજલી’ કાર્યક્રમ થકી ક્રાંતિવીરોને અપાશે શ્રદ્ધાંજલિ

11 જૂને ભરૂચમાં ‘વીરાંજલી’ કાર્યક્રમ થકી ક્રાંતિવીરોને અપાશે શ્રદ્ધાંજલિ
શહિદો મળવા આવે છે તમને, આવો છો ને ?
-આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર સાંઇરામ દવે વીર રસ પાથરશે
-પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ આપશે હાજરી
પોતાના જાનની પરવા કર્યા વગર દેશને આઝાદી પાછળ બલિદાન આપી દેનારા શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તારીખ 11 જૂનના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાત્રિના 8 થી 11 વાગ્યા સુધી વીરાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિ વિભાગ ગૂજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધ્રાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્યો અરૂણસિંહ રણા,ઈશ્વરસિંહ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિત આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર સાંઇરામ દવે ઉપસ્થિત રહી વીર રસનું પાન કરાવશે.
‘વિરાંજલી’ કાર્યક્રમ હાઈલાઈટ્સ
* વતનના વિસરાઈ રહેલા વીરોની વાત
* 100 કલાકારોનો વિશાળ કાફલો ક્રાંતિવિરોની વર્ણવશે શહિદીગાથા
* ‘વિરાંજલી’માં યાદ કરાશે વીર સપૂતોને, અનેક સપૂતોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમની વાત, જેમણે પસંદ કર્યો ‘ઈશ્ક’ના બદલે ‘ઈન્કલાબ’નો નારો-વિરાંજલી
* ગુજરાતનો સૌથી મોટો મલ્ટીમીડિયા શો
* હિંમત-સાહસ-ગૌરવની વાત એક જ મંચ પર
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756