મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું

મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું
Spread the love

આજરોજ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના,ક્રિમિલિયર સર્ટિફિકેટ ,ઓબીસી સમાજ ને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસી ની સંખ્યા ઓછી છે તો મેરીટ ના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગ ની મહિલાઓ ને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસી ની છે તો 50 % અનામત મળે ઓબીસી વર્ગ ના લોકોને કોન્ટ્રાક્ટ ને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થાઈ જેવી વિવિધ માંગ ને લઈ મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને આવેદન આપવામાં આવ્યું

આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવ ના સૂચના થી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરની અધ્યક્ષતામાં આ આવેદન આપવામાં આવું હતું જેમાં પૂર્વે પ્રધાન મોરબી જીલ્લા પ્રભારી ડો દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, પૂર્વે કાર્યકારી પ્રમુખ ડો એલ એમ કંઝારીયા, પ્રદેશ મંત્રી રમેશ ભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે ડી પડસુંબિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220606-WA0025.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!