વાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીમાંથી ગુમ થયેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો
કોલસાના ઢગલામાંથી મળ્યો મૃતદેહ : પોલીસ તપાસ
વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીમાંથી ત્રણ દિવસ ગુમ થયેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી પુત્રની રાહમાં રહેલા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. બીજી તરફ પોલીસે પણ તપાસ ચલાવી છે.
સતાવાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ફેકટરીમાંથી રિતિક ઉર્ફે નૈતિક પવનભાઈ સિંગવાલ નામનો 5 વર્ષનો બાળક ત્રણ દિવસ પહેલા લાપતા બન્યો હતો. આ બાળક ગુમ થયા અંગે તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે વાંકાનેર સીપીઆઈની ટીમે તપાસ ચલાવી હતી. જે અંગે પોલીસે ગુમસુદા બાળક અંગે જાહેરાત પણ પ્રસિદ્ધ કરાવી હતી. બાદમાં આજે જ આ બાળકનો મૃતદેહ ટીંબડી નજીક આવેલા કોલસાના ઢગલામાંથી મળ્યો છે. હાલ પોલીસ કાફકો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756