વડિયા કુંકાવાવ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત ચુડાસમા નુ પાર્ટી માંથી રાજીનામુ

વડિયા કુંકાવાવ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત ચુડાસમા નુ પાર્ટી માંથી રાજીનામુ
સમય ના અભાવ કારણ જણાવી આપ્યું રાજીનામુ
વાસ્તવ મા તંત્રમા લોકોના કોઈ કામ થતા ના હોય, તંત્ર સામે નો અસંતોષ હોય તેવી ચર્ચા
2022વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષ દ્વારા શરુ કરાઈ છે ત્યારે પાર્ટી મા કાર્યકર્તા ને કોઈ બાબતે નિરાશા પણ આજ સમય મા ઠાલવવા નો મોકો મળતો હોય છે. વડિયા ગ્રામપંચાયતની ચૂંટણી મા પોતાના વોર્ડ મા એડિચોંટીનુ જોર લગાવી ભારે બહુમતી અપાવી વર્તમાન સરપંચ ની જીત મા જેનો મહત્વ નો ફાળો હતો તેવા વડિયા કુંકાવાવ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા ના પ્રમુખ અને આહીર યુવા આગેવાન ભરત ચુડાસમા દ્વારા પોતે પૂરતો સમય ફાળવી શકતા ના હોય તે બાબત નુ કારણ ધરી ને ભાજપ પાર્ટી ના જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજુ ભૂતૈયા ને લેખિત રાજીનામુ આપ્યું છે.વાસ્તવ મા લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ તાલુકા ના બક્ષીપંચ સમાજના લોકો સ્થાનિક તંત્ર સાથે જે કામ સોંપતા તે કામ માટે તંત્ર કોઈ સાંભળતું ના હોય તેનાથી નારાજ થઈ ને રાજીનામુ આપ્યાની ચર્ચા થઈ રહી છે. આવનારા સમય મા આ યુવા નેતાને ભાજપ મનાવી તેની સમસ્યાઓ દૂર કરશે કે નહિ તે આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ ચૂંટણી સમયે વડિયા કુંકાવાવ ભાજપ મા રાજીનામુ પડતા પાર્ટી ના ઉમદા કાર્યકર્તા એ પાર્ટી સામે નારાજગી બતાવી છે.
રિપોર્ટ રાજુ કાલીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756